આગ કાગળના પડીકે…
કાયમી પીડા મને તેં સાંખવાનું કામ સોપ્યું;
આગ કાગળના પડીકે બાંધવાનું કામ સોંપ્યું?
છું પ્રથમથી શ્વાસનો રોગી અને પાછું ઉપરથી,
તેં સતત, એવું સતત કંઈ હાંફવાનું કામ સોપ્યું.
જળ ભરેલું પાત્ર હો તો ઠીક છે સમજ્યા, પરંતુ,
કામ સોપ્યું એય દરિયા ઢાંકવાનું કામ સોપ્યું?
વસ્ત્ર સાથે સર્વ ઇચ્છા પણ વણાવી જોઈએ હોં!
એક ચરખો દઈ મને તેં કાંતવાનું કામ સોપ્યું.
દઈ હથોડી હાથમાં, બસ આંગળી ચીંધી બતાવી,
ને સમયનો પીંડ આખ્ખો ભાંગવાનું કામ સોપ્યું.
– અનિલ ચાવડા
Leave a Reply