અમારા શ્હેરના જીવડા પરિવર્તન નથી કરતા,
ઘરેઘર એક નેતા છે,છતાં ચિંતન નથી. કરતા.
ઘણા મોઘા ખરીદીને મોબાઈલની ગુલામીમા,
હવે માં-બાપને આ તારલા વંદન નથી કરતા.
ઉભા છે રાહની બન્ને દિશામાં પૂર્વજો જેવા,
થપાટો ખાઈ, ખોટું કોઈ ‘દિ વર્તન નથી કરતા.
અભીમાની ચડી જાશે નશો એ કારણે પૂષ્પો,
ગઝલ ચાખીને, મોઢા પર અભિવાદન નથી કરતા.
ખરીદે છે , રવિવારે ખુશી, મસ્તી, મજા આનંદ,
સુંવાળા ચાંદ,તારા દિલ જરા ચંદન નથી કરતા.
~ સિદ્દીક ભરૂચી.
Leave a Reply