એવું નથી કે હું મને ચાહતી નથી
પહેલાની માફક તને માંગતી નથી.
સપના તો રોજ ઉગે છે આંખમાં
દિવસમાં નવરાશ શોધતી નથી.
આંખ અને આંસુને કારાવાસ છે,
હોઠને ઝાઝી છૂટ આપતી નથી
મળે જ્યારે પરપોટાં સમી ખુશી,
ભીતિ હવાની પણ રાખતી નથી.
મારુંજ લખેલું હવે હું કેટલું વાંચું
કોઈનાં પ્રેમ પત્રો તો વાંચતી નથી
ખીલવું કરમાવવું એજ નિયમ છે
આનાથી વિશેષ હું માનતી નથી
આટલામાં સમજાય તો ઠીક છે,
વીજ ચમકે છે, કંઈ ગાજતી નથી.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply