એની રીતે દિશા બતાવે છે.
જિંદગી એવા મોડ લાવે છે.
દાવ પોતાનો આપવા માટે,
સાંજ ખુદને જરા સજાવે છે.
વાત પણ થઇ ને મૌન પણ રાખ્યું,
શર્ત કેવી ગઝલ નિભાવે છે.
એક ડાળીએ કાન ફૂંક્યો કે –
પાનખર કે વસંત ફાવે છે.
વાત એમ જ શું થાય છે એની ?
હોય હૈયે તે હોઠે આવે છે.
તું હકીકત કે સ્વપ્ન જોઈ જો,
પાઠ બેઉ સરસ ભણાવે છે.
આ સમય પર મને ભરોસો છે,
એ સમયસર બધું ચૂકાવે છે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply