એને મળ્યા પછી હું મને ઓળખી ગઈ.
ને, આયનાની જૂઠી ચમક ઓસરી ગઈ.
અજવાસ નો ઉપાય તો આ હાથમાં હતો,
છોડ્યો જરી અહં તો સમજ વિસ્તરી ગઈ.
ઊંચા થવાની રીત આ સૌથી સવાયી છે,
ફળ આવતાં જ ડાળખી સહેજે નમી ગઈ.
એક વાત કે વિચારના પડઘા રૂપે જુઓ,
આ રાત પણ સવાર થઈને ઊગી ગઈ.
એકાંતનો તો એમ અહીં દબદબો વધ્યો,
ખાલી ક્ષણોની ઓથે ગઝલ અવતરી ગઈ. . !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply