એમ અંતે મેં દાવ લઈ લીધો.
એક જણનો અભાવ લઈ લીધો.
એ ખુશી પર લગામ રાખે છે,
એટલે બસ, તનાવ લઈ લીધો.
એમણે ‘આવજો’ કહ્યું, ત્યાં તો,
સાંજનો મેં સ્વભાવ લઈ લીધો.
એક ટહુકાને ડાળ પર મૂકી,
પાનખરનો પ્રભાવ લઈ લીધો.
જે હતો આંખમાં ને હૈયામાં,
શબ્દમાં એ લગાવ લઈ લીધો.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply