“કોઈ કહે એકલા પડસો તો યાદની બારાત આવશે
કોઈ કહે ખુશીઓ લાવશે કે આંસુની સોગાત આવશે”
યાદોની ચર્ચા તો ચારેકોર ચાલે છે,આ યાદ એટલે શું?
જ્યારે એ આવી હસાવે ત્યારે બહુ સુંદર લાગતી હશે ?
ક્યારેક આવી રડાવે ત્યારે શું બદસૂરત લાગતી હશે ?
એ વસે છે ત્યાં અજવાળું હશે કે અંઘારાનો વાસ હશે ?
ત્યાં લોહીનો પ્રવાહ હશે કે લાગણીઓનો આવાસ હશે ?
પાસે નથી તેને યાદ મમળાવીને શું પાસે લાવતી હશે?
એ તકલીફો વધારતી હશે કે જીવન આસાન કરતી હશે ?
કોઈ તો બતલાવો યાદ ક્યાંથી આવીને ક્યા પહોચતી હશે ?
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply