હું આજ મારી કવિતા સાથે ઝગડો કરતી હતી
કેટલી બધી વ્હાલી એ, મને બહુ ગમતી હતી.
કદીક વ્યથાઓથી, કે હું સુખોથી સજાવતી.
ઉદાસીમાં છાતીસરસી ચાંપતી,
ખુશીમાં હોઠો ઉપર ચહેકાવતી.
થોડા પૂરા કે અધૂરા સ્વપ્નોથી મઠારતી.
મનની સઘળી વાતો હું એ મહી વહાવતી.
એજ કારણે એ રૂપાળી, જગમાં બહુ મહાલતી.
મારા કારણે નામ મળ્યું, જઇ સભાઓમાં વંચાતી,
મને કોરાણે મૂકી આજ કાં પુસ્તકમાં ભરાતી?
આજ હવે એ જગની થઇ જે ” મારી હતી”
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply