એક પછી એક એમ સમયનાં પડ નીકળે,
ભરેલા સરોવર તળે પથ્થર જડ નીકળે.
જરાક મનને અણગમતું બને જો અહી,
તહી તો સબંધોના માયાવી ઘણ નીકળે .
ગમતું જડી જાય કોઈ જણ મારગ મહી,
એ કાંટાળા વૃક્ષ વચમાં મીઠું ફળ નીકળે
બંધ આંખો સપના સજાવતી સુંદર ભલે,
રેલાય સત્યનો પ્રકાશ, મહેલ છળ નીકળે
જે ચાલે બધા સુખદુઃખ લેણદેણ કહી,
તેને મારગ કાયમ શાંતિ અચળ નીકળે.
વિદાઈ પછી સહુ સ્નેહે કરે વાત તમારી,
તો સમજો ફેરો જીવનનો સફળ નીકળે.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply