ના ફિકરો બની ખુલ્લા આભે હું બહુ ઉડયો,
હવે લાગ્યું એક માળો જોઇશે, જોઇશે એક ઠહેરાવ.
શોધ આદરી કોઈ માળો મળી જાય તૈયાર,
રે પાગલ! પોતાનો માળો કોઈ મરજી થી ક્યા છોડે છે.
છેવટ નવો માળો બનાવવાનો મનમાં રાખ્યો વિચાર,
વીણવા માંડયા તલખણાં, એક મહી એક ગોઠવ્યા
ભારે કરી મહેનત આખરે મનગમતો માળો થયો તૈયાર
મહેલ હોય કે હોય ઓરડો, એકલા કોઈ દી’ નાં ચેન આવે
એકલતા કોરી લે પહેલા શોધ સાથીની આરંભી દીઘી.
માળો જોઈ એ ગઈ રીઝાઈ ચાંચમાં ચાંચ આપી દીધી.
હું પણ ખુશ એ પણ ખુશ પોતપોતાની ઈચ્છા ફળી.
માળા મહી જણ વધતા ચાલ્યા, મોટો એ નાનો પડયો
ભેગા મળી કીધી મહેનત, ઝાઝું ભર્યું હૈયે જોમ.
એક નવો મોટો મસ માળો આજ ફરી થયો તૈયાર.
સમયનું ચક્ર ફરતું ચાલ્યું, નાનાં સહુ હવે મોટા થયા
પોતપોતાના માળા ગુથવા બહાર એ ઉડતા થયા.
માળો હવે મોટો લાગે છે, એકલતા ભારે લાગે છે.
થાય નાનો માળો શોધું, હવે એટલુ હામ ક્યાથી લાવું?
માળો છોડવાનું મન થાય છે, એ ક્યા મરજી થી છૂટે છે.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply