એજ તો છે સજાગ રાખે છે,
આંધીઓમાં ચિરાગ રાખે છે.
શ્વાસ નામક દરેક આકાશો,
સાથ પાંણી ને આગ રાખે છે.
મારા જેવા બધા કલાકારો,
વસ્તી, વસ્તીનો રાગ રાખે છે.
આ હ્રદય પણ કબાટ જેવું છે,
હર વિષયના વિભાગ રાખે છે.
આ ચળકતા લિબાસમાં દેવો,
જે છુપાવી ને નાગ રાખે છે.
લાલ પીળા સ્વભાવની નગરી,
મોટા મોટા દિમાગ રાખે છે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply