એ શબ્દો સાથ ખંજર ક્યાં જરૂરી હોય છે અમથું હ્રદય વ્હેરાય છે
ચુપીની વાપરો તલવાર ને માણસ હદયથી વેતરાતો જાય છે
ઉદાસીમાં તો બહુ ઊંંડે લગી ડૂબાય ખારા નીરનાં દરિયા મહી
સતત આંખે વરસતા પ્રેમરસની છાલકોમાં બસ હવે જીવાય છે
ઉડે આઝાદ માસુમ બાળપણ ઉંચે જવાની આવતાના જોશમાં
ને મનનાં પિંજરામાં કેદ પંખીથી કદી ક્યાં આભમાં ઊડાય છે?
મફતમાં ક્યા કશું મળતું નથી તો,જીતવાને પ્રેમની કુરબાની ધરો
અહી ચાદર પ્રમાણે સોળ તાણીયે,તો ઘર સપનાનું ક્યા બંધાય છે
ભલે ખિસ્સાઓ ખાલી હોય,પણ અંતરની દોલતની કદર જ્યાં થાય છે
જતી વેળાએ અશ્રુથી ભરી આંખો સિવા કોઇને ક્યાં દેવાય છે
ગુલામી જિંદગીભર માનવી થઇ માનવીની કરતા રહેવાની અહી
બને હરિનો તું ચાકર તો ડૂબેલી નાવ મધદરિયેથી ઉગારાય છે
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply