હા,એનાંમાં મેલ ઈગો છે;
એ પુરુષ છે.
સ્વ ની નીડ માટે ‘લેટ ગો’ છે,
એ પુરુષ છે.
રુવે ખૂબ તોય રોઈ નથી શકતો,
પ્રભુનો આ કેવડો ભગો છે.
એ પુરુષ છે.
સ્ત્રી માજી બને તોય રહે દીકરી,
જગ છોકરાંને ય કહે ‘ઢગો છે’.
એ પુરુષ છે.
આભને પડકારે એવો સાવજ એ,
પત્ની સામે જાણે મોઢામાં મગો છે.
એ પુરુષ છે.
ઇનસીક્યુરિટી,પઝેસીવનેસ ખૂબ જ;
સાથી પર પણ સતત શંકાનો સગો છે.
એ પુરુષ છે.
કુટુંબની ‘લક્ઝરી’ માટે ય વેચાઈ જાય,
પોતાની ‘નેસેસિટી’ માટે પોતે જ દગો છે.
એ પુરુષ છે.
મનોબળ છે તેનું કાળમીંઢ પથ્થર સમું,
દીકરી વળાવ્યે ફૂટે,જાણે કે ફુગ્ગો છે.
એ પુરુષ છે.
મા,પુત્રી,સ્ત્રીનાં સમર્પણની વાતો જ બધે,
મૂકસેવકનાં ભાગ્યે ના કદરનો લાગો છે.
એ પુરુષ છે.
~ મિત્તલ ખેતાણી
Leave a Reply