એક બાજુ તને ગુડબાય કરું છું
બીજાને ચાહે તો અદેખાઈ કરું છું
વધાવ્યો જે અવસર સરીખો હૃદયે
કાઢી મૂકવાની તેને ટ્રાઈ કરું છું
હું મારી ખુદની દયા ક્યાં ખાઉં છું
આત્માને જીવતાંજીવ ફ્રાય કરું છું
બીજામાં-બીજે તુજ યુનિકને શોધી
જો ને હું કેવી નવી નવાઈ કરું છું
તું જ છો મારાં રૂદીયા નો પાસવર્ડ
ભલે ને જગ સાથે વાઇફાઇ કરું છું
તું ભૂલાઇ જ ગઈ છો સાવ મને
જાત સાથે ય જોને લાઇ કરું છું
તને મારા શ્વાસ નો અધિકાર સોંપી
ખુદ પર કંટ્રોલની ખોટી ટ્રાઈ કરું છું
સ્નોફોલ જેમ તું મારામાં ઓગળ્યો
અસ્તિત્વ ને તોય ડીનાઈ કરું છું
~ મિત્તલ ખેતાણી
( કાવ્ય સંગ્રહ ‘મનેજમેન્ટ’ માંથી )
Leave a Reply