આંય પડ્યો સાંબેલાધાર વરસાદ
ને ઓલ્યા વાદળાંઓ નો ગગડાટ.
આભેથી ઉતર્યો વીજળીનો થર્રાત
તહી વીઝાતો ભીનો ઠંડો પવન .
બીડી સળગાવી કોય ફેર ના પડ્યો
હવે ચલમ, તમાકુ ના મગજે ચડ્યો .
ભીના લાકડાં ચ્ય્મના હરગાવું
ભીતરના ભડાકા ચ્યમ હોલાવું
તહી યાદ આઈ તું અને
મહુડાની પહેલી ઘાર જેવો તારો નશો .
કાળી ડીબાંગ રાત અને વરસાદ,
જો હળી મળીને હાલ્યા ઓલી કોર !!!!
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply