આવી દિવાળી ઓ સખીરી,
આવ ઊર્મિથી લથબથતાં જઈએ
છે ઉત્સવ સમી આ જીંદગી
ચાલ ઉજાણીએ ઉજવતાં જઈએ
હોય દીવડો ભલે એ નાનકડો
પણ અંધારાને ગળતા જઈએ
નવલાં વર્ષે ખુશી એ વૈભવ
ફૂલ સમા મહેકતા જઈએ
હવાઈ બનાવી નિરાશાની ને,
અનારદાના ચમકાવતા જઈએ
બરફી પેડા ને મીઠાઈ ભૂલી
ચાલને સ્નેહ પરોસતા જઈએ
છે ઉત્સવ સમી આ જીંદગી …
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply