ધન્ય તેરસ
આવી આવી રે રૂડી ધન્યતેરસ રે લોલ
લક્ષ્મીકૃપા તારી બધે વરસજે રે લોલ
વિદ્યા ને શાંતિ સાથ,મૂર્ધન્યતેરસ રે લોલ
ઝેરું પ્રેમના મેળવણે, ગોરસ અનન્યતેરસ રે લોલ
પ્રગટાવી દિવા અંતર કરું કસુંબો રે લોલ
આવે ધન્વંતરિ લઇ અમૃતનાં કુંભો રે લોલ
ખાતાં સુલટાવે સૌના મારો સાયબો રે લોલ
જમાં હું,લાગું એને કેવી સુરસ રે લોલ
જોડી થઇ આવો સરસ્વતી,લક્ષ્મીજી રે લોલ
સાથિયોં પૂર્યો હરખનો, માતાજી રે લોલ
‘ભલે પધાર્યા’ દિલે લખી,શુકનજી રે લોલ
લાભ સાથ શુભ,શુધ્ધની ય તરસ રે લોલ
ઘર સજ્યું એમ સજે સૌનું આયખું રે લોલ
સેંથો હસતો ને માવતરનાં આશ્રયું રે લોલ
કૂખ સલામત ને,ના બાળ તરસ્યું રે લોલ
એવાં મીઠાં આશિષથી આજ વરસ ને લોલ
આવી આવી રે રૂડી ધન્યતેરસ રે લોલ
લક્ષ્મીકૃપા તારી બધે વરસજે રે લોલ
~ મિત્તલ ખેતાણી
Leave a Reply