આઠ વાગવા આવ્યાં
હજુય બારી બહારથી અંધારું ડોકાતું હતું
આળસને ઘક્કો દેવા રજાઈ ખસેડી
ત્યાંતો વોટ્સ્પ માં મેસેજ ઝળક્યો
વાંચી હું બબડી
હેપી વસંત પંચમી …
“મોમ એ શું?”
પાસે વળગીને સુતેલી દીકરી બોલી.
“દીકરા ઇન્ડિયામાં સ્પ્રિંગ આવી”
” મોમ આપણે આ વસંત ક્યારે આવશે?”
જ્યારે બાગમાં
સુકાઈ ગયેલી ડાળીઓ ઉપર
કુંપળ ફૂટશે
અહી, સ્પીંગ એજ વસંત.
“મોમ આ ફોટા જોયે આપણે સ્પ્રિંગ નહિ આવે,
ચાલ રજાઈ ઓઢી લે,
આપણે હજુ વાર છે ”
બોલી દીકરી ફરી ઢબુરાઈ ગઈ.
“જીવનનું સત્ય “
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply