આપણી વચમાં
સમયની કોઈ પણ ક્ષિતિજે
આજે પણ
એ ઉત્કૃષ્ટ પળોમાં
ઉચ્ચારાયેલા મારા શબ્દો ,
” આઈ હેટ યું “
યાદ આવી જતાં
બધુંજ ક્ષણભર થંભી જાય છે.
શુન્યાવકાશ વચ્ચે પણ
હજારો ફૂલો મહેકી જાય છે.
કારણ મારા એ “આઈ હેટ યુ”
નો પર્યાય તું સમજી શકે છે.
(ગૂઢાર્થ)
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply