આમ તો એ રાત ફળદાયી હતી.
જે પ્રતીક્ષારત ને વરણાગી હતી.
જ્યોત ઝીણી જીવ પર આવી હતી,
ઊંઘતી સૌ રાત ઝડપાઈ હતી.
રાત અંગે એટલે નિશ્ચિંત છું,
દિનચર્યા મેં ધ્યાનમાં રાખી હતી.
એ તરફદારી કરે નહિ કોઈની,
રાતમાં એવી સમજદારી હતી.
રાત છે પણ ચાંદ ને તારા ય છે,
આટલી સમજણની સરવાણી હતી.
તથ્ય પડછાયાનું જોઈ, જાણીને,
કેમ કહેવું, રાત અંધારી હતી ?
રાતનું કામણ કરી ગ્યું કામ તો
ચંદ્રએ સોળે કળા વારી હતી.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply