આમ ભરચક, આમ ખાલી
મન તો છે જાદૂઈ પ્યાલી !
એ હતી નવજાત તો યે,
વાત આખી રાત ચાલી !
છે સવાલો સાવ નક્કર,
પણ જવાબો છે ખયાલી !
ઘાસની લીલી સભા પર,
શ્વેત ઝાકળની છે લાલી !
કેફિયત મારી સૂણી ને,
આ ગઝલ પણ ફૂલી-ફાલી !
સાત પગલાં મેં ભર્યા છે,
ખુદ્દની દુઃખતી રગને ઝાલી !
તું ગણિત એવું ગણે કે –
મુઠ્ઠી મુદ્દલ, વ્યાજ પાલી !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply