આમ અથવા ખાસ ક્યાં બનવાનું છે?
પ્રેમમાં મોસમ મુજબ ફળવાનું છે.
જ્યાં જવું છે ત્યાં જવા તું જાણજે,
ક્યા વળાંકે થી પરત વળવાનું છે.
તારા હોવાનો ખુલાસો કર નહીં,
આ સમયના ચાકડે ચડવાનું છે.
થાય શું એકાંતમાં આથી વધુ ?
જાતમાં ખોવાઈને જડવાનું છે.
છોડ ચિંતા તું હવાના રૂખ વિશે,
તારા તેજે તારે ઝળહળવાનું છે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply