આજે તને જો સાથ દેનારા ઘણા છે જીંદગીની રાહમાં.
આ માર્ગમાં જો શૂન્યતાનો ભાર લાગે તો મને પૂકારજે.
સંબંધના ટુકડા જનમ લે છે સમયના ગર્ભમા ફરી ફરી
વરતાય જ્યારે લાગણીની ભૂખ ભારે તો મને ધરાવજે
હોય વાત સાદી ફૂલની, કે રંગની ફૂવાર ઊડે આભમાં
જો કોઈ સંસારીનુ મન બેરંગ લાગે તો મને બતાવજે.
સરહદ દરેક સાથે જુદી બંધાય સામી લાગણીઓ જોઇને
તોફાન દિલમાં ચોતરફ આવી ચડે જો તો મને જતાવજે.
તું ઘરને દ્વારે દિપક આશાનો સદા ઊજવળ જલતો રાખજે
ખૂટે કદી જો લાગણીનુ તેલ ત્યારે તું મને જલાવજે.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply