મારી જિંદગીની 2 મહાનતમ વુમન્સની વંદના(માતા અને પત્ની)…
‘દીકરી’ નથી,વાંઝીયો છું,પણ ‘પુત્ર થી વધુ’ આવશે,
ત્યારે એ ભાવિ દીકરીઓ વિશે ત્યારે લખીશ,
શ્વાસનું બેલેન્સ વધ્યું હશે તો
આજે માઁ અને પત્ની પર
કાલે,આજે,કાલે,રોજ…
મધર્સ ડે,વાઈફ’સ ડે…
માઁ…
માઁ એટલે હરદેવી
દરેક દેવી જેમાં આવી જાય..હરદેવી માઁ
માઁ વિશે શું લખવું?
લખી શકાય ખરું?
લખવું જોઈએ ખરુ?
(કારણ કે ‘અહૈતુકી,આજીવન, મૃત્યુ પર્યંત પણ જેની મમતા વરસતી રહે ,
એવું બારેમાસી ચોમાસા ને આખું વિશ્વ ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ આજીવન લ્યે જ છે..
એ તો માઁ છે,એટલે કરે જ ન,કરવી જોઈએ જ નેે..એમાં શું નવી નવાઈ)
માઁ ની હયાતીમાં ઋણસ્વીકાર ચુકતાં, ચુકી ગયેલાં સૌ માટે …
દરેક માઁ માટે પણ(કારણ કે એને પણ માઁ તો હોવાની જ)…
જે વળતર નથી માંગતા એ માવતર માટે..
લાગણી નો અક્ષરદેહ
માઁ એટલે માઁ એટલે માઁ છે
માઁ એટલે માઁ એટલે માઁ છે.
અ…
~ મિત્તલ ખેતાણી
Leave a Reply