આજે અહીં મારા એ પહેલા પ્રેમની વાત કહું,
બે ઘડીમાં જીવનભરની થઇ એ મુલાકાત કહું.
જાગતી આંખોએ જોયા હતા જે સપના ઘણા,
પડયા સાચા એજ સપનાની અહી વાત કહું.
હતી ઝરણું છતાં કિનારા સાચવી વહેતી રહી,
કેવી દરિયામાં ભળી ગઈ મારી આ જાત કહું,
મારું ત્યજી, કાયમી સહિયારી રીત અપનાવી,
એ આપણી લાગણીઓની ગાથા દિન રાત કહું.
મળવું ગમે જેને, ને વિનોદે મહી ભળવું ગમે
કમળમાં ખુશીથી ઘેરાતા, એ ભ્રમરની ઘાત કહું.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply