આજ તમારી આંખોમાં પળભર ડૂબી જઉં
ઉતારો કાળા ચશ્માં હું મનભર ઝૂમી લઉં
હવાના કાળા વાદળા વચમાં, ઘેરો નાખે છે
હટાઓ ધેરાતું ધુમ્મ્સ, જરા તમને ચૂમી લઉ
ઉપવન છે, તો ફૂલો ચોમેર ખીલતા રહેવાનાં
હું છોડી અત્તર ફૂલો, મહેકતા શ્વાસ સૂંઘી લઉં
ભલે લહેરાતો દરિયો આકર્ષણનો આસપાસ
માનવ મહેરામણ મેળામાં તમને શોધી લઉં
જીતવાની આદત છે, હાર જરા મંજુર નથી.
બધી પડતી મૂકી હુંસા તુંસી પ્રેમે મનાવી લઉં
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply