આજ મનમાં કશુંક અહી ફાગણ જેવું ફૂટે છે,
અભાવનો પરપોટો સમજણ આવતા ફૂટે છે
આંબા ડાળે મીઠું હસતી મંજરીઓ મહોરે છે
પીયુ મિલનને કાજ કોયલ સુર રસને ઘુટે છે.
ફૂલો છોડી સઘળી શરમ, હળુહળું ઉઘડે છે
મફત આ લ્હાણી જાણી ભમરા રસને લુંટે છે.
આવી જુવાની કેસુડાંને અંગમાં પીઠી ચોળી
પહેરી પાનેતર ગુલમહોર ખુશીઓને ચુંટે છે.
પરદેશમાં આ ઇચ્છા જાણે ભીતે ચિતર્યો મોર,
આ જરાક બારી ખોલતાં ઠંડી મનને કચોટે છે
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply