આજ મનને મળ્યા ચરણ ચાલ ભાઈ દોડવા માંડું ..
એક નજરે મળ્યો સત્કાર ચાલ ભાઈ દોડવા માંડું ..
આભે ઉડતું હૈયું જોજન દુર હું અહી પગ પછાડું
છોડી સઘળી માયાજાળ ચાલ ભાઈ દોડવા માંડું …
જીવન એક ખેલાતી સતરંજ, એક હાથી એક ઘોડું
રમત બધી ગંજીપાનો ખેલ ચાલ ભાઈ દોડવા માંડું ..
આંખોમાં ભર્યું આખું ભવસાગર લે હેડ તરવા માડું
અહી હાર જીત ભરેલી હોડ ચાલ ભાઈ દોડવા માંડું ..
મેવાળમાં મીરાને મલ્યાં ગીરીધર હું મંજીરા વગાડુ
ગોકુળે રેલાય મોરલીના સૂર ચાલ ભાઈ દોડવા માંડું ..
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply