આજ જગ સામે ભીડી બાથ
મને આપો તમે હાથમાં હાથ
તહી મારે કઈ કહેવું છે ….
એકાકી પંડ માં લાગે છે ભાત
વળી મળે પડછાયા નો સંગાથ
તહી મારે કઈ કહેવું છે ….
આંખો મહી તરતી બધી વાત
ભેગા સપના ઓ સહુ સાથ
તહી મારે કઈ કહેવું છે ….
માથે રહેતી ઓઢણા ની રાત
દિવસ હંધોય પ્રેમ ને પાથ
તહી મારે કઈ કહેવું છે …
છેવટ આ અસ્ત્રીની જાત
ભેરવી જગ આખા ને બાથ
તહી મારે કઈ કહેવું છે …
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply