આજ ફરી મને જોવા હું ચાહું, મારા અસ્સલ લિબાસમાં
હવાને હંફાવતા વાળ, સાથે સપના આંખોની તાસમાં
ધરતીને ચૂમતા કદમ, કદી એ કુદતા હરણાંની હોડમાં
બે હાથ લંબાવતા તો ભરાઈ જાતું આખું આભ પાસમાં.
ઘડીક ચહેરે અમી છલકતી, વળી ગુસ્સો તપતો સુરજ
મન મહેકતું શોધું હું આજે પેલા બચપણની સુવાસમાં.
હીરા માણેકની ના ભૂખ હતી, ત્યાં પાચીકાની હોડ હતી
ઉલ્લાસ ભરી હર પળ હતી, નહોતી તરસ કોઈ આસમાં.
કોઈ તાલી સામે તાલી ભરે, હસી મજાક વાત વાતમાં
રિસાઈ જવાનું પલભરનું, હૈયે વસતું ત્યાં કોઈ ખાસમાં
શરમ, કરમ ને રીત રીવાજો આજ ચારેબાજુ ભીંસ ભરે,
ઘડીક ખોલો સમયનો દરવાજો, આજ ભીંસાય શ્વાસમાં.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply