હું અને તું
અનેક નહિ એક હતા.
આપણું,
મનનું મિલન હતું.
જમાનો વચમાં પડયો
ખાસ્સો નડયો,
એકલતાની દીવાલ ચણી.
બહુ જોર લગાવ્યું
એ ના હઠી
ખુશી રૂઠી.
બસ બહુ થયું…
આવ આ આગને જો,
સાથે જલતાં રહી
કેવું સહજીવન માણે છે.
એ જાણે છે,
અહી જમાનો નહિ નડે
કોઈ વચમાં નહિ પડે.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply