આગળ જવાનો કોઈ ધખારો નથી કર્યો,
થઈ જાઉં ખુદ્થી દૂર, એ રસ્તો નથી કર્યો.
જે હાથ બહાર હોય છે એવી ક્ષણો વિશે,
મેં જિંદગી કનેથી તકાદો નથી કર્યો.
કૂંપળને જોઈ ડાળના હૈયાએ સહેજ પણ,
પીળાં થયેલા પાંનનો ધોખો નથી કર્યો.
પ્રશ્નો મને લઈ જાય છે આગળ અને ઉપર,
ઉત્તર વિશે મેં એટલે દાવો નથી કર્યો.
હું છું હવા. . ને વાત ફૂલોની કરી લઉં,
પણ, મ્હેંક માટે ક્યાંય ઉતારો નથી કર્યો.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply