આભેથી વરસ્યો વરસાદ તે તું ,
ફુલ માંથી મીઠો રસ ઝરતી હું.
ઘૂઘવતો દરિયો એ સાજન તું
ઝુમતી ઝરણાં જેવું ગાતી હું.
ને બનારસ પાન છે તીખું તું
બસ મીઠી સોપારી જેવી હું.
મીઠો ને મઘ ભરેલો ઘેલો તું.
રૂપ કેરી ઢગલી જો તારી હું.
મારા ઘરનો મોભો વ્હાલા તું.
પ્રીતમ છુ ઘરની ફુલવારી હું.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply