આભેથી વરસે વરસાદ હું થોડું ઝૂમી લઉં.
જળ ચૂમે કેમ ધરતીને તને થોડું પૂછી લઉં
આ ઝરમરતાં ફોરાંની છે ભાષા બહુ અજીબ
મદહોશીમાં લઇ આવે મને તારી સાવ નજીક
વાતો પ્રણયની આવ તને સઘળી પૂછી લઉં
બે નેહ વરસતી આંખોને હોઠેથી લૂછી લઉં
આજ કોણ મને ભીંજવે સાજન કે વરસાદ?
ખબર નથી શું કહેવા ચાહે આ આજે વરસાદ
ધરતીની તરસ છીપી એ જોઈ સમજી લઉં
વાત વાતમાં સાજન તને હું થોડું ચૂમી લઉં
આભેથી વરસે વરસાદ હું થોડું ઝૂમી લઉં.
જળ ચૂમે કેમ ધરતીને તને થોડું પૂછી લઉં
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply