આ તર્ક ને વિતર્ક જરીવાર હોય છે !
ને, મૌનનો પ્રભાવ લગાતાર હોય છે !
ઉત્તર બધાયે એના વજનદાર હોય છે,
ખાલીપો એ રીતે તો અસરદાર હોય છે !
બસ, આપણાં જ આંખ અને કાન બંધ છે,
બાકી તો, આપણાંમાં અમલદાર હોય છે !
તું કોણ છે ? નો પ્રશ્ન અરીસો તને પૂછે,
જાગી જવાની ક્ષણનો એ અણસાર હોય છે !
આ રોજની કસોટીથી સાબિત થયું. . સમય,
થોડો-ઘણો તો તું ય તરફદાર હોય છે !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply