આ જાતમાં થયા છે સુધારા સમય જતાં
કેડી થી જેમ થાય છે રસ્તા સમય જતાં.
અનુભવનું મૂલ્ય તો જ ખરું થઈ શકે અહીં
ખુલ્લા મૂકી શકો જો ખજાના સમય જતાં.
બસ, આટલી સમજથી આ મન શાંત થઈ ગયું ,
વાદળ બની ને વરસે છે દરિયા સમય જતાં.
આ જિંદગીનો અર્થ મને આમ સાંપડ્યો ,
બદલાય છે વિચાર ને સપના સમય જતાં.
જોયો મેં સૂર્ય સાંજનો ને વાત માની કે,
પાણી બધાના થાય છે વળતા સમય જતાં.
શ્રધ્ધા વિશેની વાતમાં બસ આટલું જ કે,
મળતા રહ્યા લગાવ સવાયા સમય જતાં.
વિસ્તાર મારો જે થયો, સંજોગવશ થયો ,
મારી જ સામે લીધા મેં પગલાં સમય જતાં.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply