આ છોકરી બહુ અજીબ…
તેની ઈચ્છાઓનો અંત ના આવે
વાદળાઓ માં ઘર બનાવે.
પવનના પડદા લટકાવી,
સુરજના તાપે ઘર સજાવે.
આ છોકરી બહુ ગરીબ…
“મેધધનુષ્યની હાટડી” માંડે ,
સપનાઓ પણ વેચી આવે.
સુગંધની ચોરી કરીને!
પતંગિયાને એ બહુ હંફાવે.
આ છોકરી બહુ શરીફ…
ચાંદની ચોરી કરીને
આભે તારલિયા ચમકાવે.
વરસાદને મુઠ્ઠીમાં જકડી
ખીલતાં ફૂલોને જરા હસાવે.
આ એજ છોકરી…
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply