એક ઘૂંટ જ શરાબ કાફી છે,
આંખનો એક જવાબ કાફી છે.
કાન દિલના જો શાંભળે અમને,
એ જ મારે ખિતાબ કાફી છે.
સૌ ગુનાહો સદા મટી જાયે,
આંખને બસ નકાબ કાફી છે.
તારલાથી ભલે સજાવો પણ,
રાતને આફતાબ કાફી છે.
વિશ્વ ઈતિહાસ જાણવું હો તો,
ધર્મની એક કિતાબ કાફી છે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply