મુઠ્ઠીભર ચરણો લડી રહ્યા હતા,
ભાડૂતી મોઢા હસી રહ્યા હતા.
તારલા ગૂંથીને માથે રાતની,
આગિયા વેંણી કરી રહ્યા હતા.
બ્હારથી લડતા, લડાવી નાખતા,
દિલ્હીમાં સાથે મળી રહ્યા હતા.
આપ સપનામાં પધાર્યા એ વખત,
ચાંદ પર ગઝલો લખી રહ્યા હતા.
મેં કર્યું અજવાળું મૂકીને ગઝલ,
ત્યાં ઘણા …દિવા બળી રહ્યા હતા.
સમજુઓ ગડથોલિયા ખાતા હતા,
પાગલો સીધા જઈ રહ્યા હતા.
ખુબ સારા કંઠે શું ગાઈ ગઝલ,
પણ ગઝલકારો ઉંઘી રહ્યા હતા.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply