એક સારી પળને જ્યારે જોઉ છું,
ખૂબ ભારે દિલથી એને ખોઉ છું.
લાવ્વા મુજને આ સારા લોકમાં,
શબ્દઅશ્રુથી ગઝલમા રોઉ છું.
ફોન ઘરમાં જ્યાં ને ત્યાં પડ્યો હશે,
કેમકે હું પણ ગમે ત્યાં હોઉ છું.
ત્યાં મને સમજાય છે મારી ભૂલો,
એક પથ્થર મારા પગમાં જોઉ છું.
દૂર ઝમઝમ છે તો ‘સિદ્દીક’ કોઇ ‘દિ,
આંસુઓથી પણ ગુનાહો ધોઉ છું.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply