તમે તમે જ બનજો, ના કૉક બનજો
યુનિક બનજો, ભલે ના ટોપ બનજો
આજે, કાલે ને રોજેરોજ બનજો
સત્ય, પ્રેમ, કરુણાની ખોજ બનજો
સાંધી ના શકો તો દેજો ખાલી હામ
ભાંગ્યા હોય તેમની હોપ બનજો
શબ્દો ને ધબકાર તો સાંભળે છે સૌ
પીડા સાંભળતું સ્ટેથોસ્કોપ બનજો
જગે છે બુઝાવવા વાળા જ વધૂ
અંધાર પડકારતી જ્યોત બનજો
જો તેથી બને રાવણની નાશ ઘટના
કર્તવ્ય કરાવતો કૈકેયી કોપ બનજો
જીવો સુગંધ, સાકર, ઝાકળનું જીવન
જગ્યા રોકીને ના બોજ બનજો
~ મિત્તલ ખેતાણી
Leave a Reply