એક ખત મળ્યો છે સરનામાં વગર,
મૌનને ચાલ્યું ન દીવાના વગર?
એટલા ગાલિબ છે, મારા શહેરમાં,
શેર પણ લખતા ન મયખાના વગર.
છે સડક પર વાહનો અપરાધના,
આ બધા છુટ્ટા છે, જુર્માના વગર.
આગ્રહ ના સમજાયું એનો, અવસરે,
કાજ તો થઇ જાય છે મારા વગર.
પૂર્ણ સૌ થઇ જાય છે અજવાસમાં,
હર નવી ઈચ્છાઓ અંધારા વગર.
સૂર્યની સામે ‘દિવા’ વટ પાડવા,
શિસ્તમાં ઊભા છે શરમાયા વગર.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply