બૃહત્તર ભારતનું એક પ્રાચીન અને મહત્વપૂર્ણ વિદ્યા કેન્દ્ર અને ગાંધાર પ્રાંતની રાજધાની – તક્ષશિલા. પ્રાચીન ભારતનો ગાંધાર પ્રાંત વર્તમાન દક્ષીની અફઘાનિસ્તાન માં આવે છે. એ શિક્ષા અને વ્યાપાર બંનેનું કેન્દ્ર હતું. ઘણા વિચારકોને અનુસાર છાન્ડોગ્યોપનીષદ માં ઋષિ ઉદ્દાલક આરુની ગાંધાર દેશનું વર્ણન કરે છે. શતપથ બ્રાહ્મણમાં આરુની ઉદીચ્ય અને ઉદ્દાલક જાતકમાં તક્ષશિલાની યાત્રાનું વર્ણન છે.
રામાયણ માં એને ભરત દ્વારા રાજકુમાર તાક્ષ્ના નામ પર સ્થાપિત બતાવ્યું છે, જે અહીના શાસક નિયુક્ત કરાયા હતા. જન્મેજયનો સર્પયજ્ઞ આજ સ્થાન પર થયો હતો. (મહાભારત – 1.3.20) એ રીતે જોવા જઈએ તો ભરતનાં પુત્ર તાક્ષ્ના નામ પર આ નગરને વસાવાયેલું. મહાભારત અથવા રામાયણમાં આ વિદ્યાનું કેન્દ્ર હોવાનો ઉલ્લેખ ક્યાય નથી. પણ ઈ.પૂ. સપ્તમ શતાબ્દીમાં આ સ્થાન વિદ્યાનાં કેન્દ્રના રૂપમાં પૂર્ણ રૂપે પ્રસિદ્ધ થઇ ચુક્યું હતું. તથા રાજગૃહ, કાશી અને મીથીલાના વિદ્વાનોનાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું. સિકંદરનાં આક્રમણ સમયે આ વિદ્યાપીઠ એના દાર્શનિકો માટે પ્રસિદ્ધ હતી.
ગૌતમ બુદ્ધ નાં સમયમાં તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદત્રયી, ઉપવેડો સહીત ૧૮ (કલાઓ) વિદ્યાઓ (શિલ્પો) ની શિક્ષા આપવામાં આવતી હતી. કોશલનાં રાજા પ્રસેનજીત નાં પુત્ર તથા બીમ્બીસારના રાજ વૈદ્ય જીવકે અહીજ શિક્ષા મેળવી હતી. કુરુ તથા કોસલરાજ્ય નિશ્ચિત સંખ્યામાં અહી પ્રતિવર્ષ છાત્રો ને મોકલતું હતું. તક્ષશિલા નો એક વિભાગ ધનુ: વિદ્યા શાસ્ત્ર હતો, જેમાં ભારતના વિભિન્ન ભાગો થી હજારો રાજકુમારો યુદ્ધ વિદ્યા શીખવા આવતા હતા. કહેવાય છે કે પાણીની અહીનાજ છાત્ર હતા. ચાણક્ય અને ચંદ્રગુપ્ત ની પ્રસિદ્ધિ અહીંથી થઇ. અહી વિદેશી છત્ર પણ ભણતા હતા. આ નગર ઉત્તારાપથ દ્વારા શ્રાવસ્તી અને રાજગૃહ સાથે જોડાયેલ હતો.
અશોકના પાંચમા શીલાલેખ માં લખેલ છે કે એને ધર્માધિકારીઓ ને યવન અને કામ્બોજ નાં ગાંધારમાં પણ નિયુક્ત કર્યા હતા. સાતમી શતાબ્દીમાં જ્યારે હ્યુએન્ત્સાન્ગ અહી ભ્રમણ કરવા આવ્યા ત્યારે એનું ગૌરવ સમાપ્ત થઇ ચુક્યું હતું. ફાહિયાન ને પણ અહી કોઈ શૈક્ષિક મહત્વની વાત નોતી મળી. વાસ્તવમાં એની શિક્ષા વિષયક ચર્ચા મૌર્યકાળ પછી નથી સંભળાતી. સમ્ભવતઃ બર્બર વિદેશીઓ એ એને નષ્ટ કરી નાખી હતી.
સંસ્કૃતમાં ‘તક્ષશિલા’ નું પાલી ભાષામાં ‘તક્ક્સીલા’ થયું, અને ગ્રીકમાં એજ બદલાઈને ‘ટેકસીલા’ થયું જેને અંગ્રેજીમાં ‘ટૈકસિલા’ કહેવાય છે. ફાહિયાને એનું ચીની નામ આપ્યું “શી-શી-ચેંગ”. એનું ખંડેર રાવલપીંડી થી ઉત્તર-પશ્ચિમમે ૨૨ માઈલ દુર “શાહ કી ઢેરી” માં છે. પ્રાચીન તક્ષશિલા જ આજે “શાહ કી ઢેરી” છે, જે આજે પાકિસ્તાનમાં છે. જાતક કથામાં એક રોચક કથા આપવામાં આવી છે.
દીવ્યદાન અનુસાર બોધિસત્વ ને ચંદ્રપ્રભ નામક બ્રાહ્મણ-યાચક માટે પોતાનું માથું કાપી અર્પિત કરી દીધું હતું. માટે આ નગરનું નામ “તક્ષશિલા” પડી ગયું, જેનો અર્થ થાય : કપાયુલ માથું. સંસ્કૃત માં ટકશ ધાતુ છોલવાનું કે કાપવા માટે પ્રયુક્ત થાય છે. વસ્તુતઃ આ કથામાં સત્યતા ઓછી અને બનાવાતીપાનું વધારે છે. ઈતિહાસ સાથે એનો કોઈ સંબંધ નથી.
સંકલન – જનમેજય અધ્વર્યુ
Leave a Reply