શ્રી કનૈયાલાલ મુનશી એ આના પર ઐતિહાસિક નાટક લખ્યું છે અને હિન્દીમાં જયશંકર પ્રસાદે. હું જયારે ઈતિહાસ ભણ્યો હતો, ત્યારે ધ્રુવસવામીની દેવી વીશે ભણ્યો હતો. આજે જયારે ગુપ્તવંશ પર લખવાં જ બેઠું છું, ત્યારે જો એમનાં વિષે કઈ પણ ના લખું તો હું નગુણો જ કહેવાઉં.
ઈતિહાસ અને વાર્તા :-
સમુદ્રગુપ્ત પછી એમનો સૌથી મોટો પુત્ર રામગુપ્ત ગાદીએ બેઠો. જે માત્ર થોડાંક જ દિવસો માટે રાજ્યનો અધિકારી હતો. ‘હર્ષચરિત’, શ્રુંગારપ્રકાશ, નાટ્ય દર્પણ, કાવ્ય મીમાંસા આદિ ગ્રંથોમાં રમ્ગુપ્યના વિષયમાં આપણને માહિતી મળે છે કે – તે સમુદ્રગુપ્ત જેવા દિગ્વિજય શાસકનો પુત્ર હોવાં છતાં રામગુપ્ત એક કાયર, ડરપોક અને અયોગ્ય શાસક સાબિત થયો. સમુદ્રગુપ્તે જે વિદેશી શકોને હરાવ્યાં હતાં તેઓ એનાં મર્યા પછી પાછું માથું ઉઠાવવાં લાગ્યા. એમણે રાજ્યની સરહદે પ્રવેશ કરીને યુદ્ધમાં રામગુપ્તાને પડકાર્યા. શકોના આક્રમણના ભયથી, રામ ગુપ્તાએ સંધિની દરખાસ્ત કરી હતી અને શ્કોએ સંધિની એક શરત એવી પણ રાખી હતી કે એમાંની એક પટરાણીજે રામ ગુપ્તની ખુદની પટરાણી હતી તે ધ્રુવ દેવી જેણે ધ્રુવસ્વામિની દેવી પણ કહેવામાં આવે છે. એ શકોને સોંપી દેવામાં આવે.
રામગુપ્ત પણ તે શરત સ્વીકારવા સંમત થયા. પરંતુ તેમના નાના ભાઇ, ચંદ્રગુપ્તે આ ઘોર અપમાનજનક વાતને માનવાનો ઇન્કાર કર્યો એમણે યુધ્દ કરીને મરી જવું જ બહેતર સમજ્યું. તેમણે ધ્રુવસ્વામીનીનો વેશ ધારણ કર્યો અને એ કળા જ શત્રુઓની શિબિરમાં ગયાં. અને શકરાજને મારી નાંખ્યો. પછી તેઓ બહાદુરીથી શક સૈનિકની સેના સામે લડયા અને તેમને મગધ સામ્રાજ્યની ભૂમિમાંથી બહાર કાઢી મુક્યા. ચંદ્રગુપ્તાના બહાદુરીને લીધે, મગધના ગૌરવની રક્ષા થઇ અને ચંદ્રગુપ્તની ખ્યાતિ ચારે દિશાઓમાં થઇ. આ ઘટના ક્યાં થઈ તે અંગેનો સ્પષ્ટ ઉલ્લેખ નથી.
શ્રી કૃષ્ણદત્ત વાજપેયીનો અંદાજ એ છે કે આ ઘટના મથુરા શહેરમાં અથવા રની નજીકના કોઈ સ્થળે થઈ હતી. એવું કહેવાય છે કે ચંદ્રગુપ્તની ખ્યાતિથી રમ્ગુપ્ત એની ઈર્ષ્યા કટવા લાગ્યો અને તેમણે ચંદ્રગુપ્તને મારી નાંખવાનું ષડયંત્ર; રચ્યું પરંતુ તેમાં રામગુપ્ત પોતે જ માર્યો ગયો. રામગુપ્તાના મૃત્યુ પછી ચંદ્રગુપ્ત મગધના શાસક થયાં. પોતાનાં સાહસ, પરાક્રમ તથા દાનવીરતાને કારણે ચંદ્રગુપ્ત પ્રજાને અતિપ્રિય બની ગયાં.
ઇસવીસન ૩૭૫ -૩૭૬માં સિંહાસન પર બેસીને ચંદ્રગુપ્તે રામ્ગુપ્તની વિધવા ધ્રુવસ્વામિનીને પોતાની પટરાણી બનાવી. તેમની પ્રિય રાણી કુબેરનાગા હતી કેનાથી એમને પ્રભાવતી નામની એક પુત્રી થઇ હતી. વહીવટ સંભાળ્યા પછી ચંદ્રગુપ્તે રાજયને નિયંત્રણમાં લીધું અને કાયમી સુરક્ષા માટે સમસ્યાઓનો નાશ કરવાનો નિર્ણય કર્યો. પોતાની હારના કારણે શકોએ મગધ છોડી દઈને ભારતના પશ્ચિમ ભાગમાં જઈને વસ્યાં અને અવસર પ્રાપ્ત થાય તો આક્રમણ કરવાની ગેડમાં જ હતાં. ચંદ્રગુપ્તએ પશ્ચિમી સરહદોના શક્તિશાળી વાટકતા રાજ્ય સાથે ગાઢ સંબંધો સ્થાપ્યા હતા. જેથી તેઓ તેમની સામે લડત આપી શકે. બસ પછી ચંદ્રગુપ્તની જ ગાથા છે. ધ્રુવસ્વામીનોદેવીનો ત્યાર બાદ કશે જ ઉલ્લેખ નથી
સંકલન – જનમેજય અધ્વર્યુ
Leave a Reply