👉 ઈતિહાસ પહેલાં ઉથલાવો થોડો. ભાંગ પીધેલા અને સૌરાષ્ટ્રના નવરીનાઓ એ માત્ર યુટ્યુબિયું અને વીકીપીડીયુ જ જ્ઞાન ધરાવે છે. એમને એમ છે કે ગુર્જર એ ગુજ્જર જ્ઞાતિ કે ગુજરાત માટે વપરાતો શબ્દ છે પણ એવું નથી એ શબ્દ વિષે આગળ કહ્યું જ છે ગુર્જર પ્રતિહાર વંશના પહેલા બે ભાગમાં એ વાંચવાની તસ્દી કોણ લે ! ગરાસીયાઓજ પોતાને ક્ષત્રિય રાજપૂત મને છે બીજાને નહીં ત્યાં કોને સમજાવવા જવાય ? એ છે એમાં પણ કશું ખોટું નથી પણ એ લોકો માત્ર ગુજરાતમાં જ છે ભારતના ઇતિહાસમાં એમનું કશું પ્રદાન કે મહત્વ નથી જ. હર્ષવર્ધન વખતની જ વાત છે અને કદાચ એ પહેલાની યવનો -હુણોના આક્રમણ વિષે તો આપણે આગળ જોવાનાં જ છીએ મિહિરકુલ હુણ અને ક્ષત્રપો વિષે ત્યારે એ વાત આગળ કરવામાં આવવાની જ છે. મિહિરકુલ હુણ એ આજ કાલનો માણસ છે, જેને સમ્રાટ હર્ષે હરાવ્યો હતો પણ એણે હાર્યા આછી શું કર્યું હતું તે આપણે એ જ લેખમાં જોઈશું અત્યારે નહીં. એને પણ ગુર્જર સમ્રાટ કહેવાય છે. કારણકે ગુર્જર શબ્દ એ સફેદ હુણ અને કાળા હુણ પરથી ઉતરી આવ્યો છે. “જુર્જ”નું અપભ્રંશ છે આ જેઓ મૂળ “જ્યોર્જિયા”ના હતાં. આ જ્યોર્જિયા એ કાસ્પિયન સરોવરની પાસે જ આવેલું છે.
👉 કાસ્પિયન નામ એ આપણ કશ્યપ ઋષિ પરથી પડેલું નામ છે. કાશ્મીર એ કશ્યપ ઋષિના પુત્રો – વંશજોએ જ વસાવ્યું હતું અને વસાવ્યું હતું- ઉભું કર્યું હતું. કાશ્મીરના રાજાઓ એ નાગવંશી રાજાઓ જ હતાં એ વાત છેક પૌરાણિકકાળથી ચાલી આવે છે. પણ આધુનિક કાશ્મીરમાં – મધ્ય કાળમાં અને પ્રાચીનકાળમાં પણ આ નાગવંશી રાજાઓએ રાજ કર્યું હતું. પણ આક્રમણકારીઓના આક્રમક વલણને કારણે તેમને કાશ્મીરમાંથી પોતાની સત્તા ગુમાવવી પડી હતી અને તેમને ત્યાંથી પલાયન થઇ જવું પડયું હતું. તેઓએ ઇસવીસનની આઠમી સદી પછી ક્યાંય દેખા દીધી જ નથી. એટલે એમ કહી શકાય તેમ જ છે કે – તેઓ સંતાઈને રહ્યા હતાં તેમની આધુનિક પેઢી એટલે આજના કાશ્મીરી પંડિતો ! કાશ્મીરી પંડિતો એ રાજા મિહિરકુલ હુણની જ નિપજ છે. કારણ કે મિહિરકુલે ત્યાં હર્ષવર્ધન સામે હાર્યા પછી અલ્પસમય રાજ્ય કર્યું હતું અને ત્યાં કાશ્મીરી શિવવાદણે જન્મ આપ્યો હતો. મિહિરકુલ હુણ એ કઈ જ્ઞાતિનો હતો એ તો ખબર નથી. પણ પરમ શિવ ભક્ત હતો તેમને જ બ્રાહ્મણોને એક પ્રકારની સલામતી બક્ષી હતી. એટલું જ નહીં પણ એમણે બ્રાહ્મણોને લડતાં પણ કરેલા, આજે આખું કાશ્મીર એ એમનું ઋણી છે.
સમય જુઓ તમે તો એ હર્ષવર્ધનના અંત પછીનો જ છે. આ એજ સમય છે કે જ્યારે બધાં યુધ્ધો એ કન્નૌજ માટે જ થતાં હતાં. મિહિરકુલે ભારતમાંથી બૌધ્ધોને સમાપ્ત કરી દીધાં હતાં અને જૈનોને સખણા કર્યા હતાં એટલેજ જૈનોએ એમને કલ્કી અવતાર કહ્યાં છે. મિહિરકુલે ભારતમાં પુષ્યમિત્ર શૃંગ પછી વિલુપ્ત થઇ ગયેલો સનાતન ધર્મ ની પુન:સ્થાપના કરી હતી ! આપણે ઇતિહાસમાં ઇન્ડો આર્યન” કે જેને આપણે મૂળ દ્રવીડીયન કહીએ છીએ એ આમાંના જ એક હતાં. કાશ્મીરથી ઉપર જ કાસ્પિયન સરોવર સ્થિત છે જો કે છે તો ઘણું દૂર પણ તે સમયની ભૌગોલિક સ્થિતિ અને સુવિધાઓ જોતાં કાસ્પિયનથી કાશ્મીર એટલે કે ભારત નજીક જ લાગે ! એવું જ મોંગોલિયન માટે પણ કહી શકાય તેમ જ છે. પણ તે બધાં આક્રમણકારીઓ હતાં અને તેમણે ભાતને ઘમરોળવામાં કોઈ જ કસર નહોતી છોડી. એમનો સામનો અને સીઆલકોટ – મુલતાનના આરબોનો સામનો પણ કર્યો.
કાશ્મીર એ ભારતનું એક એવું રાજ્ય -પ્રદેશ છે કે જેનાં ઈતિહાસ પર નજર નાંખવાની પણ કોઈને ફુરસદ નથી ! નાગવંશીઓ ક્ષત્રિયો જ હતાં અને ગુર્જરો – પ્રતિહારો પણ નાગવંશી જ હતાં. એક નવી માહિતી આપું કે કાશ્મીરમાં એક સ્થળ – પ્રદેશ છે – ગુરેઝ. જે ખઝર અને ગુર્જરનું મિશ્રણ છે. આ વાત તમને કોઈ નહિ કહે એટલે હું કહું છું. આ ગુરેઝ એ કાસ્પિયન સરોવરની નજીક જ ગણાય “ખઝર” વિષે તો હું આગાઉ જણાવી જ ચુક્યો છું એટલે એ વાત હું અહીં દોહરાવતો નથી
👉 એકજ સમયગાળામાં આ “ગુર્જરો ” ઉત્પન્ન થયાં છે. ગુજરાત શબ્દ “ગુર્જરાત્ર”નો અપભ્રંશ છે. “ગુર્જરાત્ર”નો ઉલ્લેખ તો પ્રાચીન ગ્રંથોમાં થયેલો છે. જે પુરાણોમાં પણ આવે છે જ ! આ જ શબ્દનો ઉલ્લેખ એ ગુર્જર પ્રતિહારોનાં ગ્વાલિયર અભિલેખ અને ખજુરાહો અભિલેખ તથા બીજાં કેટલાંય અભિલેખો અને દાનપત્રોમાં આવે છે
એટલે પ્રતિહારો એ ગુર્જર નથી એમ કહેવું એ મુનાસીબ નથી જ ! આ ગુર્જર પ્રતિહાર વંશ પણ નાગવંશી હતો. ક્ષત્રિયો જ હતાં બધાં જેમણે ભારતપર ૩૦૬ વરસ સુધી રાજ્ય કર્યું હતું. એક બીજી વાત કે ગુર્જર શબ્દ પ્રતિહાર વંશથી પ્રચલિત નથી બન્યો. આ પહેલાના મૈત્રક કાળમાં ગુજરાતમાં એક “ગુર્જરનૃપતિ વંશ” રાજ્ય કરતો હતો
ત્યારે તો કોઈને આ “ગુર્જર” શબ્દ માટે વાંધો નહોતો પડયો ! તે સમયે “ગુર્જર ” એ એક જાતિ જ હતી ગુર્જર નામનો પ્રદેશ નહોતો અને આ વાત ઇસવીસનની ચોથી-પંચમી સદીની છે જયારે ગુર્જરદેશ એવો શબ્દ જ અસ્તિત્વમાં નહોતો ! આ શું દર્શાવે છે?
👉 જો કે એચ. જી. શાસ્ત્રીના મત આ સમયે “ગુર્જરદેશ ” શબ્દ અસ્તિત્વમાં હતો અને”ગુર્જર”શબ્દ દેશવાચક છે જાતિ વાચક નહીં “. એ મત સ્વીકાર્ય નથી જ આમેય ગુજરાતી ઈતિહાસકારો – સાહિત્યકારોને બધું જ ગુજરાત સાથે સાંકળવાની એક બહુ જ ખરાબ આદત છે. જેનું માઠું પરિણામ ગુજરાતે ભોગવવું પડયું છે. ભીન્ન્માલ તો રાજસ્થાનમાં હતું તો એને ક્યાંથી ગુર્જર દેશ કહેવાય, એ તો ગુર્જર પ્રતિહાર વંશથી જ રાજધાની બન્યું છે. આ એ જ વંશ છે કે જેણે ગુજરાતને હરાવી એના પર રાજ્ય કરતું હતું. આજ સમય દરમિયાન એક બીજો વંશ “ગુર્જર નૃપતિ વંશ” પણ અસ્તિત્વમાં આવ્યો હતો. તેમાં પણ ગુર્જર શબ્દ ગુજરાત માટે વપરાયો છે એવું માત્ર એમનું જ માનવું છે બીજાં કોઈનું નહીં. જયારે “ગુર્જર” નામની એક જાતિ હતી જે ક્ષત્રિય હતી જેમણે ગુજરાત પર રાજ કર્યું હતું.
👉 ભીન્ન્માલ એટલે કે શ્રીમાલ. શ્રીમાળી બ્રાહ્મણો એ જ સમયમાં અસ્તિત્વમાં આવ્યા છે. કેટલાંકનું એવું માનવું છે કે રાજપૂતો જ શ્રીમાળી બની ગયાં હતાં. આવું નોંધવામાં એચ જી શાસ્ત્રીનું નામ પણ આવે છે. એ વખતનો ઈતિહાસ એટલો બધો જાણીતો હતો નહીં અને આ લોકોનું કામ જ એવું કે મારી મચડીને પોતાનો મત પ્રતિપાદિત કરવો. ગુજરાત આનો ભોગ બન્યું છે અનેકોવાર ! ખાસ તો સૌરાષ્ટ્રને લીધે જ ! ચાવડા – સોલંકી અને વાઘેલાવંશો આના જવલંત દ્રષ્ટાંતો છે. એચ જી શાસ્ત્રી પોતે રસિકલાલ પરીખના હાથ નીચે પીએચડી કરે છે. પછી પોતે પીએચડી ના ગાઈડ બને છે. પછી એમના જ વિદ્યાર્થીઓએ ગુજરાતના ઇતિહાસની પત્તર ખાંડવામાં કોઈ જ કસર નથી રાખી. એ લોકોના સંશોધન છે જ નહી માત્ર દાનપત્રીય વિગતો જ છે માત્ર. ઇતિહાસનું તો આમાં અવસાન થઇ ગયું છે. જે ઉત્ખનન કરીને બહાર કાઢવાનો મારો આ પ્રયાસ માત્ર છે.
👉 આ બધાં આક્ષેપોમાં “ગુર્જર પ્રતિહાર વંશ”નો શું વાંક ? એ વંશ ક્ષત્રિય તો હતો જ, પણ સૌરાષ્ટ્રના તાજેતરના અસ્તિત્વમાં આવેલાં ચાપ, સૈન્ધવ વંશ વગેરેણે હરાવીને ખંડિયા બનાવી દીધા હતાં. એચ ગઈ શાસ્ત્રી પહેલાં આરબોના આક્રમણો અને પછી મુસ્લિમ આક્રમણોમાં ખોટું જ અર્થઘટન કરે છે. આમાં તેઓ એકલાં નથી ઘણાં બધાં સાહિત્યકારો અને ઈતિહાસકારો આમાં સામેલ છે. જો તેઓએ એમ ના કર્યું હોત તો કદાચ ગુજરાતનો સાચો ઈતિહાસ આપણી સમક્ષ રજુ કરી શકાયો હોત !
👉 સૌરાષ્ટ્રને તો એમ છે કે એ લોકોજ વિશ્વવિજેતા છે. દુનિયામાં સૌરાષ્ટ્ર સિવાય બીજો કોઈ પ્રદેશ છે જ નહીં ! પહેલાં પૌરાણિક ગથાઓને સૌરાષ્ટ્રની બનાવી પછી ઇથાસને ગરાસીયાઓની જાગીર બનાવી. પછી ગુર્જર સમ્રાટ મિહિરભોજને ગરાસીયા તરીકે ચીતર્યા.
👉 ફેસબુકમાં અને બ્લોગમાં આવાં લેભાગુ ઈતિહાસ લેખકોનો જોટો નથી જડવાનો. એમને આ મિહિર ભોજની વાત બનાવતી લાગે છે, બનાવટ તો તમારાં જન્મમાં છે
બનાવટ તો તમારાં ઉછેરમાં છે, બનાવટ તમારી સમજમાં છે, બનાવટ તમારાં લખાણમાં છે, બનાવટ તમારાં વિચારમાં છે અને બનાવટ તમારાં સમાજ- જાતિ અને ધર્મમાં છે.
👉 ફેક આઈડી દ્વારા ઈતિહાસને ખોટો પાડવાની કુચેષ્ટા કરવાની રહેવાં જ દો તો સારું. બાકી કોઈ માઈનો લાલ મને ઇતિહાસમાં ખોટો પાડી શકે એમ જ નથી. ગુર્જર પ્રતિહાર વંશને નામે જ એ ઓળખાય છે ઇતિહાસમાં અને એનાં પુરાવાઓ પણ મેં આપ્યાં છે. ગુર્જર સમાજ જો અસ્તિવમાં હોય તો એને ગુર્જર દેશ કહેવો કેટલે અંશે વ્યાજબી કહેવાય. વિચારજો જરાં !!!
~ જનમેજય અધ્વર્યુ
Leave a Reply