હવે ક્યા ફાવે છે
એની યાદો જ તો સતાવે છે,
જાણે દૂર ક્યાંક લઈ આવે છે,
જોવા તો મળી જાય છે હવે,
પણ પ્રતિભાવ ક્યાં બતાવે છે,
ઠીક છે કે આદત નથી એની,
બાકી યાદો વગર ક્યાં ફાવે છે,
પ્રણેતા એજ છે પ્રેમ કરવાની,
એ જ હવે મનેય અટકાવે છે,
એનેય પ્રેમ છે કેમ કરીને કહું,
બાંધી પાછો મને છટકાવે છે,
દૂર જતી રહી છે ને ‘જીવન’
રૂપ નવા લઈને ક્યાં આવે છે,
~ સુલતાન સિંહ ‘જીવન’
Leave a Reply