સામાન્ય રીતે દરેક પરીક્ષાની ફિ એ એના માટેના આયોજનના ખર્ચને પહોંચી વળવા માટેનો બેઝિક સ્ત્રોત ગણાય છે. પણ કદાચ તંત્રના ચોપડે એની વ્યાખ્યા હજમ કરવાનો કાયદાકીય રસ્તો માત્ર જ છે. નેટ એક્ઝામ અને તંત્ર દ્વારા અપાતી રિસીપ્ટમાં સ્પષ્ટતા તો ખરી જ કે પરીક્ષા હોલમાં કોઈ ઇલેક્ટ્રોનિક, ફીઝીકલ કે લેખિત અથવા કાગળ જેવી વસ્તુ લઈને બેસવા દેવામાં નહીં આવે. પણ, જે લોકો બહારગામથી આવતા હોય એમનું શુ…? શુ એ લોકો પૈસા વગર આવી શકે…? બાઇક હોય તો હેલ્મેટ વગર આવી શકે…? શુ એ વ્યક્તિ સંપર્ક સાધન માટે મોબાઈલ લીધા વગર આવી શકે…? શુ એ બગલથેલો કે બેગ વગર આવી શકે…? શુ સાધન સાથે હોય તો એના દસ્તાવેજ સાથે ન જોઈએ…? અને જવાબ હશે ના… જો આ જવાબ ના હોય તો પછી શું આ બધું નહીં લાવવાનું…? અને લાવો તો સ્પેશ્યલ એક માણસ સાથે લઈને આવાનું કે જે આ બધું સાંભળીને બહાર ઉભું રહે…? આમ બે વ્યક્તિની પ્રોડક્ટિવિટી વ્યર્થ કરવાનો સરકારને કે તંત્રને કોઈ જ અધિકાર ન હોવો જોઈએ. (આ વાત એટલે કહી રહ્યો છું કારણ કે કોઈ પણ આયોજન કે અવેજી માર્ગનો અવસર આપ્યા વગર અમને કહી દેવાયું કે મોબાઈલ, પર્સ કે ઇવન ઘડિયાળ પણ સાથે નહીં લાઈ જઈ શકાય. તો આ બધું મુકવાનું ક્યાં…? પૈસા…?) છતાં છે, અને આવું જ થાય છે. આ બેદરકારી વાળા વાતાવરણમાં જો પોતાનો કિંમતી મુદ્દા માલ કોઈકના બેગમાં અથવા પોતાના બેગમાં પરીક્ષા સેન્ટરના છેક બહારના એકાદ રૂમમાં કોઈ જવાબદારી વગર મૂકીને જવાનું થાય, તો કોનો જીવ પરીક્ષામાં લાગવાનો…? (કારણ કે ૧૦૦૦+ વિદ્યાર્થીઓના સામાનમાં જવાબદારી વગર કેમની સેફટી રહી શકે.) જો જે તે શહેરની જ પરીક્ષા હોય તો એક સમયે આ બધું આપણે ન પણ લઈ જઈએ.
આ વખતની પરીક્ષામાં પણ આવું જ કંઈક થયું. મારા માટે આ પરીક્ષાનો પ્રથમ અનુભવ અને જનરલ કેટેગરીમાં એટલે ૧૦૦૦ રૂપિયા જેટલી મોટી રકમની ફી ભરેલી, એટલે એ આધારે આશા હતી કે સેન્ટરમાં એટલીસ્ટ બેગ મુકવા જેટલી સુવિધા તો તંત્રને પાલવે જ ને…? (ઓબવીયસલી આપણે ૮ રૂપિયામાં કટિંગ ચા ના કપ પીતી વખતે પણ આપણે બેઝિક સુવિધા ઇચ્છતા હોઈએ તો, ૧૦૦૦ રૂપિયા ઇઝ મોટી વાત બોસ) પણ, તંત્ર સુબીધના નામે સાવ મીંડું જ છે. સામાન્ય રીતે ભારતમાં સરકારી તંત્ર જ આખું સુવિધાના નામે અર્થહીન તંત્ર છે, એમાં પણ આજકાલ વ્યવસાય બની ચુકેલું શૈક્ષણિક તંત્ર તો ખાસ…
જો તંત્ર દરેક વિદ્યાર્થીઓને પોતાના વિસ્તારમાં સેન્ટર ન આપી શકે તો પોતાની સુવિધા મુજબના સેન્ટરમાં વિદ્યાર્થીની સુવિધાનો ધ્યાન રાખવો એ એમની નૈતિક અને કાયદાકીય એમ બંને રીતે ફરજ છે. પણ વાસ્તવમાં નૈતિક ફરજનું મૂલ્ય સરકારી અથવા સરકાર સાથે જોડાયેલા તંત્રોમાં છે જ કેટલું…? જવાબ છે જીરો… જો નેશનલ લેવલની પરીક્ષામાં આટલી અસ્ત-વ્યસ્તતા હોય તો નાની મોટી પરીક્ષાની તો ચર્ચા જ અસ્થાને છે. પણ, ૧૦૦૦ રૂપિયા એક એપ્લિકેશને તંત્રએ વસુલ્યા એ શેના…? આ જવાબ સમજવો જ અઘરો છે. શુ એક રૂમની પાટલીમાં બેસીને મફતમાં મળતા 56+24+2(OMR sheet) પાનાઓનો ખર્ચ ૧૦૦૦ જેટલો ઊંચો થાય…? અને જો વ્યવસ્થાપન માટે એટલો ખર્ચ વસુલાય તો એ પ્રમાણે વ્યવસ્થા પણ હોવી જ જોઈએ…
-: એટલીસ્ટ :-
◆ આ પ્રકારની પરીક્ષાઓમાં મોંઘી વસ્તુઓ સાચવવાની વાયવસ્થા સેન્ટર વાઇઝ ગોઠવાવી જોઈએ. ( અથવા સાથે લઈને જવા દે અને જેતે રૂમમાં ટેબલ પર મુકાવી શકાય. અથવા જે તે રૂમની બહાર બેગમાં એને મુકાવવડાવી શકાય જેથી વિદ્યાર્થી માલસમાનની ચિંતામાંથી મુક્ત થઈને પેપર લખી શકે. હું તો ૨૦૦૦૦ હજારના માલસમાનની ચિંતામાં જ પેપર બરાબર પૂરું ન કરી શક્યો. આમ પણ મારી જ શુ વાત દરેકને એ ડર હોય. હા જે લોકો એક ભોમિયો લઈને આવ્યા હોય એમને વાંધો ન આવે અથવા કાર લઈને આવેલા મોટા લોકોને આ પરિસ્થિતિ ન સમજાય એ માન્ય છે.)
◆ ૧૦૦૦ રૂપિયા જો ફી રૂપે લેવાતા હોય તો એટલીસ્ટ એવું વતાવરણ તો મળવું જ જોઈએ જ્યાં ભય રહેવા ચિંતામુક્ત અવસ્થામાં વિદ્યાર્થી પોતાનું પેપર લખી શકે.
પણ અહીં બેયમાં જીરો…
આવા સંજોગોમાં જો કોઈની વસ્તુઓ ચોરાઈ જાય તો…? શુ CBSC અથવા UGC આની જવાબદારી લેશે…? શુ ચેકીંગ માટે આવતા ગુજરાત પોલીસ તંત્ર દ્વારા આની જવાબદારી સ્વીકારાશે…? જો જવાબ ના હોય તો સરકારને કોઈ હક નથી બનતો કે એ પરીક્ષાના સેન્ટર ૨૦ કિમી અંતરથી વધારે દૂર આપે… કારણ કે જો પોતાની સુવિધા એ લોકો જોતા હોય, તો આવનાર વિદ્યાર્થીઓની સુવિધા જોવાનો આગ્રહ પણ એમણે જરૂર થી રાખવો જ જોઈએ…
સરકારને આવા કોઈ સ્પેશ્યલ અધિકાર નથી કે આ પ્રકારે વિદ્યાર્થીઓની જરૂરિયાતો અવગણી શકે. આમ પણ આ તંત્ર પરીક્ષાના આયોજન દ્વારા કોઈના પર ઉપકાર તો કરતી નથી. આ પરીક્ષાઓ કઇ સેવાભાવ તો છે નહીં કે વિદ્યાર્થીઓ બધું જ સહન કરે. ૧૦૦૦ રૂપિયા જેવી ધરખમ ફી ભરીને જ્યારે સરકાર સર્વિસ (એક રીતે વેપારના રૂપે પ્રોડક્ટ) આપતી હોય ત્યારે સેટીસફેક્શન જરૂર ધ્યાનમાં લેવું જ જોઈએ… નહીં તો કાયદાકીય રૂપે અથવા નૈતિક રૂપે પણ આખું તંત્ર આ મુદ્દે થતા નુક્શાનમાં જવાબદાર ગણાય…
~ સુલતાન સિંહ
Leave a Reply