પદ્માવતીનું જૌહર એ ચિતોડની સૌથી મોટી જીત હતી અને અલ્લાઉદ્દીન ખીલજીની સૌથી મોટી હાર. આજે પણ એટલાં માટે જ ભારતમાં ઘણી જગ્યાએ સતી પદ્મિનીની પૂજા થાય છે. આ વાત કાલે 1080Pમાં “પદમાવત” જોયું ત્યારે મેં બહુજ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું
સોરી મિત્રો, આ વાત વિરોધ કરવાં લાયક નહીં પણ બિરદાવવાને લાયક ગણાય. ઈતિહાસ શું છે ? એ તો કોઈનેય ખબર નથી. પણ જે વાત મલિક મહોમદ જાયસીના મહાકાવ્ય “પદ્માવત”માં આવી છે. એનું જ નિરૂપણ ફિલ્મ પદ્માવતમાં કરવામાં આવ્યું છે. પણ કલ્પનાની રંગપુરણીને કારણે મૂળવાતમાં છેડછાડ કરવામાં આવી છે એ વાત વાત પણ સાચી છે જ. છતાય પ્રશ્ન થાય તો સાચી કે મૂળ વાત કઈ…?
આ વાત છે ઇસવીસન ૧૩૦૨- ૧૩૦૩ની. માત્ર એક જ વર્ષ રાવલ રતનસિંહ રાજગાદીએ હતા. રાણી પદ્માવતી હોંશિયાર અને બાહોશ રાણી હતાં. અને એમણે જૌહર કર્યું હતું એ વાત DNA ટેસ્ટમાં સાબિત થઇ ચુકી જ ચુકી છે.
ચિત્તોડમાં રાણી પદ્મિનીનો મહેલ છે. પણ એમાં અંદર ક્યારેય કોઈ પણ ગયાં છો ખરાં…? બહુ વર્ષોથી એ પાણીમાં ઘેરાયેલો છે અને એમાં કોઈને પણ અંદર જવાની મનાઈ જ છે. કોઈ જ જતું નથી. કહેવાય છે કે એમાં એ સરોવરને કાંઠે બાદલ અને ગોરા અલાઉદ્દીન સાથે લડયાં હતાં, અને વીરગતિ પામ્યા હતાં. પણ ફિલ્મમાં તો કૈક જુદું જ બતાવ્યું છે, જે અમુક અંશે તથ્ય જેવું પણ છે.
આ જ વર્ષોમાં ભારતમાં ખીલજી વંશના અલાઉદ્દીન ખીલજીએ કાળો કેર વર્તાવ્યો હતો. પદ્મિની ખાતર જ ખીલજી ચિત્તોડ આવ્યો કે પછી ચિત્તોડને લુંટવા માટે આવ્યો એ હજી અધ્યાહાર છે. આવ્યો હતો એનું કોઈ જ અતિહાસિક પ્રમાણ હજી સુધી મળ્યું નથી. આરીસાઓ મોઢું જોવા માટે હોય છે ઇતિહાસની સાક્ષી પૂરવા માટે નહીં. આ અરીસાની આખી વાત જ ઉપજાઉ છે, જે બન્યું જ નથી. મેં હજારોવાર કહ્યું છે કે રજપૂતાણીઓ કયારેય પોતાનું મોઢું બતાવે જ નહી. આ વાત મને ત્યાના મુસ્લિમ રીક્ષાવાળાઓ, જેઓ સરકારની ઉપરવટ જઈને ગાઇડનું પણ કામ કરે છે તેમણે કરી હતી. અને ચિત્તોડના ઓથેન્ટિક ગાઈડોએ પણ કરી હતી. એમનું કહેવું એમ હતું કે ‘મુસ્લિમોએ પોતાની આબરૂ બચવવા માટે પદ્મિનીનાં અરીસાવાળી વાત ઉપજાવી છે. જે ઘણા મુસ્લિમ સાહિત્યકારોએ પણ નોધી છે કે અલાઉદ્દીન જીત્યો નહોતો પણ એની આબરુ બચાવવા આ મનઘડત કહાની બનાવી દીધી.’
તે સમયમાં કોઈજ પ્રવાસી ભારત નહોતો આવ્યો. કર્નલ ટોડે પણ પાછળથી ઈતિહાસ લખ્યો હતો. જેમાં બધું જ ખોટું છે, સાલવારીઓ અને તારણો તદ્દન ખોટાં છે. એક વાત કહું કે એ વખતે કોઈ જ પાકિસ્તાન અથવા અફઘાનિસ્તાન જેવા દેશ નહોતાં બન્યાં. એટલે એને સિંધુ નદીની સંસ્કૃતિ પ્રમાણે ભારતનો જ ભાગ ગણવામાં આવ્યા છે. જે અંગ્રેજોની કુટનીતિને કારણે અલગ દેશો બન્યા એટલે વિદેશીઓ કહેવું હિતાવહ તો નથી જ, પણ પરપ્રાંત અથવા અલગ રાજ્યો કહેવું હિતાવહ ગણાય. ટૂંકમાં પાડોશી દેશ નહીં પણ પડોશી રાજ્યો. અલબત્ત ભારતના રાજપુતાનાના નહીં, પણ વાયા પાકિસ્તાન શું કુંભલગઢ કે શું ચિત્તોડગઢ એ નજીક પડે છે ભૌગોલિક દ્રષ્ટિએ…?
કુંભલગઢના બાદલ મહેલમાંથી વાતાવરણ અને આકાશ ચોખ્ખું હોય તો ત્યાંથી પાકિસ્તાન દેખાય છે. આજ રસ્તા મુસ્લિમ અક્રાન્તાઓ માટે સરળ અને નજીક પડયાં. પણ માત્ર એવું નથી. જરા ઇતિહાસમાં દ્રષ્ટિપાત કરશો તો તમને ખ્યાલ આવશે કે મહાન પૃથ્વીરાજના પતન પછી દિલ્હીનો કબજો મુસ્લિમોએ લઇ લીધો. પણ એ પહેલાં દિલ્હી સલ્તનતનો પાયો કુતબુદ્દીન ઐબકે નાખી દીધો હતો. રઝીયા સુલતાન પણ આ વખતમાં થઇ જ હતીને…? એજ સમયમાં દિલ્હીમાં ગુલામ વંશની સ્થાપના પછી મહમદ ઘોરીનની નપાવટતા અને પૃથ્વીરાજના ક્ષાત્રધર્મે ભારતમાં દિલ્હીથી રાજપૂત વંશના મૂળ કાઢી નાંખ્યા
પૃથ્વીરાજની વાત ઘેર ઘેર પ્રચલિત એટલામાટે છે એ વખતો પ્રખ્યાત મહાકવિ અને પૃથ્વીરાજનો દિલોજાન મિત્ર ચંદ બરદાઈ એમણે જ રચેલાં “પૃથ્વીરાજ રાસો “ને કારણે જ આપણે પૃથ્વીરાજ વિશે જાણી શક્યાં છીએ. બાકી મોટાભાગનાં ઈતિહાસકારોએ પૃથ્વીરાજની નોંધ સુધ્ધાં નહોતી લીધી. એમને એવું હતું કે રાજપૂત-ક્ષત્રિયોની વીરતાને મહત્વ શું કામ આપવું જોઈએ… અને આટલા જ માટે આપણે મલેચ્છોનો ઈતિહાસ જ ભણતાં આવ્યાં છીએ અને ભણતાં રહીશું. પૃથ્વીરાજની ટીકા કરવાનો આપણને કોઈ જ અધિકાર નથી.
એક વાત તો સ્વીકારો કે એમણે ૧૬-૧૬ વાર મહમદ ઘોરી જેવાં નાલાયક અને શક્તિશાળી મુસ્લિમ સુલતાનને હરાવ્યો હતો ? આ છે કોઈની તાકાત ? ઈતિહાસમાં પણ ધર્મને સ્થાન છે એ વાત પૃથ્વીરાજે સાબિત કરી આપ્યું. બાકી મુસ્લિમ રાજાઓને મન જીત જ મહત્વની છે ધર્મ નહીં.
જો રાસો સાહિત્ય, મહાકાવ્યો, પ્રબંધ સાહિત્ય કે પ્રશસ્તિ કાવ્યો કે શિલાલેખો ના હોત તો આપણે આપણા ગૌરવશાળી રાજાઓ અને ઈતિહાસ વિષે અજ્ઞાત જ રહ્યાં હોત ને…? રાજપૂત ધર્મ શું છે એ માટે તમારે પદ્માવત તો એક વાર જોવી જ જોઈએ. રતનસિંહના મોઢે બોલાયેલા સંવાદો
“રાજપૂતો ઘાયલ અને લાચાર પર કયારેય વાર નથી કરતાં
એક વાર અલ્લાઉદ્દીન યુધ્ધના મેદાનમાં આવ તો મારી તલવાર તારી ગરદન પર હશે “
“ચિત્તોડ અમારો ગુરુર છે જેને કોઈ પણ અમારાથી અલગ નહીં જ કરી શકે
અને અંતમાં જયારે દગાથી રતનસિંહ મરાય છે ત્યારનું એનું વાક્ય
“એક વાર તો ખીલજી ખુલાદીલથી અને સામી છાતીએ સામનો કરવો હતો”
અને એ વખતે ખીલજીનો સંવાદ
“જીત જ મહત્વની છે એ કેવી રીતે હાંસલ કરાય છે એ મહત્વનું નથી”
આમાં બંને કોમો અને ભારતનો ઈતિહાસ આવી ગયો !!!
બાકી પદ્મિનીની બુદ્ધિમત્તા આ ફિલ્મમાં છતી થઇ છે. એક જ વાત કઠી છે ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝીક ઇરીટેટીંગ છે. વાંસળી પર વગાડાયેલો રાગ યમન અને હોળીનું કલાસિકલ સોંગ તથા ઘૂમરને તેનું પ્રખ્યાત થયેલુ ખલીબલી ગીત સારું છે. યુધ્ધના દ્રશ્યોમાં ભણશાલીએ ઘણી મહેનત કરવાની જરૂર છે. રણવીરસિંહના જેટલા વખાણ ન કરીએ એટલા ઓછાં છે. મારી દ્રષ્ટિએ દીપિકા અને શાહિદ કપૂરે પોતાનાં પાત્રને ઉત્તમ ન્યાય આપ્યો છે. પણ એ જુદી વાત છે કે રણવીરસિંહ આગળ એ ઝાંખા પડી જાય છે.
એક વાત તો મારા મનમાં હજી પણ ખટક્યા જ કરે છે અને એ છે કે ખીલજીની બાબતમાં ખરેખર તથ્ય શું છે…? બાકી ડગલેને પગલે રાજ્પુતાઈ છતી કરતી આ ફિલ્મ અવશ્ય નિહાળજો બધાં. માનવું કે ન માનવું એ તો તમારાં મનની વાત છે.
આજથી હું નિયમ કરું છું કે જે કોઈ ફિલ્મ નિહાળીશ એ બ્લુરે કે 1080pમાં જ નિહાળીશ. કારણ કે થીયેટરમાં એ ફિલ્મ ૬૪૦ -૪૮૦pમાં જ આવે છે.
ફિલ્મનું હાર્દ જો સમજો તો સારી વાત છે બાકી તમારી મરજી…
છેલ્લે એક વાત કહી દઉં જે વાત આ ફિલ્મ પણ સાચી ઠેરવે છે : ચિત્તોડ વિષે એમ કહેવાયું છે “ગઢમેં ગઢ તો ચિત્તોડ ગઢ, બાકી સબ ગઢૈયા”
સંકલન : જન્મેજય અધ્વર્યુ
Leave a Reply