આજે,
રસ્તામાં એક પથ્થર જડ્યો
એકલો અટૂલો સાવ સ્તબ્ધ
મેં કહ્યું, થોડું તો હસને !
એ મને આશ્ચર્ય થી જોઈ રહ્યો.
જાણે હું કોઈ બીજા ગ્રહનું પ્રાણી
મેં તો માત્ર તેને હસવાનું કહ્યું હતું
એતો ના હસ્યો,
પણ સાંભળનારા બધાંય હસી પડ્યા,
શું માંગણી ખોટી હતી ?
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply