હિંદુ ધર્મગ્રંથ પ્રાચીન ભારતીય ધાર્મિક સાહિત્યના મુખ્ય બે ભાગ છે શ્રુતિ અને સ્મૃતિ.
👉 શ્રુતિ
શ્રુતિનો શાબ્દિક અર્થ થાય છે સાંભળેલું. કેટલાક લોકો શ્રુતિને ગુરુ-શિષ્ય પરંપરા સાથે જોડે છે, કારણ કે શિષ્ય ગુરુની સામે બેસીને સીધો જ સાંભળે છે.
શ્રુતિઓને જ મુખ્ય ગ્રંથ માનવામાં આવે છે. શ્રુતિઓ અન્ય બીજા ગ્રંથો કરતાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. વેદ પ્રમુખરૂપમાં શ્રુતિઓમાં જ મળે છે. કેટલાંક લોકો તો ભગવત ગીતાને પણ શ્રુતિ જ માને છે.
👉 વેદ
ભારતીય દર્શન અને ધર્મના મુખ્ય ગ્રંથ વેદ છે. વેદ શબ્દનો અર્થ થાય છે – જ્ઞાન /જાણવું. આ વિદ: ધાતુનો બનેલો છે. જેનો અર્થ થાય છે – જાણવું / જે જાણે છે તે (જ્ઞાતા). વેદની કુલ સંખ્યા ૪ છે. ઋગ્વેદ ( આ દુનિયાનો પ્રાચિનતમ ગ્રંથ છે), યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ
વેદોને સમજવા માટે એને ૬ વેદાંગો (વેદોના અંગો)માં વિભાજિત કરેલાં છે. શિક્ષા (સમ્યક ઉચ્ચારણથી જ્ઞાત કરે છે.), છંદ, વ્યાકરણ, નિરુકત, જ્યોતિષ અને કલ્પ (કર્મકાંડ જોડે સંબંધિત). વેદોને એક ભિન્ન આધાર પર નિમ્નલિખિત ૨ ભાષાઓમા વહેંચવામાં આવે છે. સંહિતા અને બ્રાહ્મણ. પુન: બ્રાહ્મણના ૨ વિભાગ પાડવામાં આવે છે, આરણ્યક અને ઉપનિષદ કે પછી સંહિતા અથવા મંત્ર.
👉 બ્રાહ્મણ (આમાં બધાજ મંત્રો અને કર્મકાંડના અર્થો ની વ્યાખ્યા કરવામાં આવી છે.)
– અરણ્યક (મંત્રોની વ્યાખ્યા)
– ઉપનિષદ (વેદોના અંતિમ અને ઉપસંહારાતમક ભાગ)
👉 ઉપનિષદ
ઉપનિષદ વેદોના અત્યંત દાર્શનિક ભાગ છે એટલાં માટે કે એ વેદોના અંતિમ ભાગ છે. એટલાં માટે એને વેદોનો સાર પણ કહી શકાય છે. ( ઉપનિષદ = ઉપ + નિ + ષદ ) જેનો અર્થ થાય છે પાસે બેસવું. ઉપનિષદોને વેદાંગ પણ કહેવામાં આવે છે. જેનો અર્થ થાય છે વેદોનો અંતિમ ભાગ. બીજો શબ્દ જે પ્રોગમાં આવે છે તે છે – ઉત્તર મીમાંસા. જેનો અર્થ થાય છે – કાલ ક્રમ પછીની મીમાંસા.
આજ સુધીમાં ૨૦૦થી પણ વધારે ઉપનિષદો જાણીતાં છે. મુક્તિકોપનિષદમાં એની કુલ સંખ્યા ૧૦૮ ગણવામાં આવેલી છે. બધાં જ ઉપનિષદો કોઈને કોઈ રીતે વેદ સાથે સંબંધિત છે. એમાં ૧૦ ઋગ્વેદમાંથી, ૧૯ શુક્લ યજુર્વેદમાંથી, ૩૨ કૃષ્ણ યજુર્વેદમાંથી, ૧૬ સામવેદમાંથી અને ૩૧ અથર્વવેદ માંથી એની જોડે સંબંધિત છે.
૧૦૮ ઉપનિષદોમાંથી પ્રથમ ૧૦ મુખ્ય ઉપનિષદ કહેવાય છે. ૨૧ ઉપનિષદોને સામાન્ય વેદાંત, ૨૩ ઉપનિષદોને સન્યાસ, ૯ ઉપનિષદોને શાક્ત, ૧૩ ઉપનિષદોને વૈષ્ણવ, ૧૪ ઉપનિષદોને શૈવ તથા ૧૭ ઉપનિષદોને યોફ ઉપનિષદોની સંજ્ઞા આપવામાં આવી છે.
મુખ્ય ઉપનિષદ નીચે પ્રમાણે છે.
ઈશ – શુક્લ યજુર્વેદ, કેન – સામવેદ, કથા – કૃષ્ણ યજુર્વેદ, પ્રશ્ન – અથર્વવેદ, મુન્ડક – અથર્વવેદ, માંડૂક્ય – અથર્વવેદ, તૈત્રેય – કૃષ્ણ યજુર્વેદ, એત્રેય – ઋગ્વેદ, છાંદોગ્ય – સામવેદ અને બ્રૂહદારણ્ય્ક – શુક્લ યજુર્વેદ.
👉 સ્મૃતિ
સ્મૃતિનો શાબ્દિક અર્થ છે – યાદ કરેલું. સ્મૃતિઓ એક બહુજ લાંબા સમાયાન્તરાલમાં સંકલિત થઇ છે. અને એ મિશ્ર મિશ્ર વિષયોથી સંબંધિત છે. સ્મૃતિનું સ્થાન શ્રુતિથી નીચું છે, જો શ્રુતિ અને સ્મૃતિમી વચ્ચે કોઈ વિરોધાભાસ હોય તો જ શ્રુતિ માન્ય થાય.
સ્મૃતિના ૬ મુખ્ય ભાગ છે. ધર્મશાસ્ત્ર, ઇતીહાસ, પુરાણ, સુત્ર, આગમ અને દર્શન.
ધર્મશાસ્ત્ર
ધર્મશાસ્ત્રોમાં મનુષ્યના કર્તવ્યોને દર્શાવવામાં આવ્યાં છે. અધિકાંશ ધર્મશાસ્ત્રો એ વેદોની જ દેન છે. ધર્મશાસ્ત્રોને નીચે પ્રમાણે મુખ્ય શ્રેણીઓમાંવહેંચ્બામાં આવે છે. આચાર – કર્તવ્ય / અધિકાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત.
પાછલી અસંખ્ય સદીઓમાં સહ્સ્રો ધર્મશાસ્ત્રો લખાઈ ચુક્યા છે. કેટલાક ધર્મશાસ્ત્રોનાં નામ નીચે પ્રમાણે છે. અપ્સ્તંભનું ધર્મશાસ્ત્ર, ગૌતમનું ધર્મશાસ્ત્ર, બૌધયાનનું ધર્મશાસ્ત્ર, મનુ સ્મૃતિ, યાજ્ઞવલ્કલ્ય સ્મૃતિ, નારદ સ્મૃતિ વગેરે…
ઈતિહાસ
ઈતિહાસ એ ગ્રંથોનો સંગ્રાહ છે. ગણી વખત ઈતિહાસ એ પારાન અંતર્ગત આવે છે. ઇતોહાસમાં મુખ્યત: નીચે પ્રમાણેના ગ્રંથોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રામાયણ, મહાભારત, યોગવાશિષ્ઠ, હરિવંશ વગેરે…
પુરાણ
પુરાણોનો સામાન્ય અર્થ છે પૌરાણિક/જુનું. પુરાણનો મુખ્ય ગુણધર્મ છે રીત-રીવાજ અને ધાર્મિકતા. પુરાણો મુખ્યત્વે ત્રણ ગુણો (ત્રિગુણ – સત્વ, રજસ એ તમસ) સાથે જોડાયેલ છે. સત્વ – સચ્ચાઈ, રજસ – ચાહના અને તમસ – અંધકાર. પુરાણોને નીચે પ્રમાણે ૪ શ્રેણીઓમાં વિભક્ત કરાયેલાં છે. મહાપુરાણ – પ્રમુખ પુરાણ, ઉપપુરાણ – અન્ય પુરાણ, સ્થલપુરાણ – વિશિષ્ટ સ્થળો સંબધિત પુરાણ, કુલપુરાણ – વંશો સંબધિત પુરાણ. તો કેટલાંક મુખ્ય પુરાણોના નામ નીચે પ્રમાણે છે. શ્રીમદભાગવત પુરાણ, વિષ્ણુ પુરાણ, દેવી ભાગવત પુરાણ, ભવિષ્ય પુરાણ, મત્સ્ય પુરાણ, કર્મ પુરાણ, બ્રહ્મ પુરાણ વગેરે…
સુત્રોના નામ આ પ્રમાણે છે. યોગ સુત્ર, ન્યાય સૂત્ર, બ્રહ્મ સુત્ર, કામ સુત્ર, વ્યાકરણ સુત્ર, જ્યોતિષ સુત્ર, સલ્વ સુત્ર વગેરે…
આગમ – આગમ, અર્થાત આગમન
મૂલત: કર્મકાંડોના નિયમો છે.
દર્શન – દર્શન અર્થાત જોવું તે અથવા અવલોકન કરવું. દર્શનની પ્રકૃતિ મુખ્યત: આધ્યાત્મિક છે. દર્શન અંતર્ગત ઘણા સુત્રો આવે છે.
સંકલન – જનમેજય અધ્વર્યુ
Leave a Reply